STORYMIRROR

Vallari Achhodawala

Romance

4  

Vallari Achhodawala

Romance

શાંત ઝરૂખે

શાંત ઝરૂખે

1 min
226

શાંત ઝરુખે

કોણ વાટ નીરખે 

ચૂપ રહીને.


નજર ઢાળી

રૂપની રાણી એ તો,

રાજકુમારી.


એને જોઈને

મોસમ મલકતું 

યૌવન ઝૂમે.


આંખે કાજળ 

લટકાળી એ લટો

અનેરું રૂપ.


પ્રેમ પટોળું

ઓઢી મનને અંગે 

એ તો છલકે!


એ શરમાતી  

ઝરૂખો બહેકાય

સમય હસે.


મરકે હોઠ,

નીરખી એ જોબન 

રણકે સાજ.


સ્વપ્ન મહલ,

ઊર્મિઓનો જો ખેલ 

અદ્રશ્ય થયો!


કોણ હતી એ,

યાદોને ઝબકારે 

ધીમું હસતી.


ઉરમાં રમે 

હરપળ ઝરૂખો

હૈયું તરસે.


આથમ્યા અમે, 

હથેળીઓ ખાલી 

ને યાદો બોલે.


વિહ્વળ મન 

શોધે છે નિરંતર, 

રૂપપરીને!


ક્યાં ખોવાઈ,

ઓઢણી લહેરાતી 

ઝરૂખો ઝાંખો!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance