ઝરુખો
ઝરુખો
હરરોજ નજર મંડાઈ રહે, ઘરની સામે દેખાતો ઝરુખો,
વદન સદા હસતું જોવા મળતું, તે નિરખી મુજ મનડું ઝળહળતું,
નયન તારા નિરખવાને સદા, મુજ આંખલડી તરસતી સર્વદા,
ન મળે નિહાળવાને તારી ઝાંખી, ઊર મારુ ન શકે દુઃખ સાંખી,
હાજરી તારી હોવાની સાબિતી, ઝરૂખો સદા આપતો માહિતિ,
દિનભરની તાજગી અર્પતો ઝરૂખો, ચહેરો જોવા મળે તારો હસમુખો,
ઘરેઘરે ચર્ચામાં વપરાતો ઝરૂખો, નજરથી નજર મળ્યાનો રાજીપો,
તુંજ વિણ લાગતો સદા ખાલીપો, ઝરૂખો તારો સમજી જતો અજંપો,
કદાચ બંધ જોવા મળે ઝરૂખો,ચહેરો મારો થતો જોવા સરીખો,
હરરોજ નજર મંડાઈ રહે,ઘરની સામે દેખાતો ઝરૂખો.

