"રણમાં વીરડી બનીને મળ તું."
"રણમાં વીરડી બનીને મળ તું."
જીવન બની ગયું જાણે શુષ્ક રણ,
આશ છે તું મળે મને બની ઝરણ.
પડેલા ઘાવોની હું ક્યાં કરું નુમાઇશ ?
જાણે ! અઘરી લાગે એક એક ક્ષણ.
લાગે આ એક ઘડી જાણે સદીઓ સમી.
તું આવ બનીને મારા દુઃખનું મારણ.
બની વાદળી વરસી જા દિલની ધરા પર.
તેથી નાં રહે મારા દિલ પર કોઈ ભારણ.
શુષ્ક રણ જેવા જીવનમાં વીરડી બની જા.
બની જા તું મારા સુખનું કારણ.

