તું
તું
પુષ્પવત્ જાણે કે ખીલે તું,
હરકદમ રહે ખુશ ભલે તું,
તારા નૈનકટાક્ષની અસરથી,
આશિકની શું કરતી વલે તું !
રૂપસામ્રાજ્ઞી તને પામવાને,
કેટકેટલી હશે શરતે તું,
ચાહત તારી ખુશામત તણી,
સાંભળીને કેટલી મલકે તું !
મનભાવન મિલને થૈ સંતુષ્ટ,
ભરપૂર રખેને વળી હરખે તું,
હશે શ્રેષ્ઠ સર્જન ઈશ તણું,
ઈપ્સિત કાજે કેવી તરસે તું !

