STORYMIRROR

Rutambhara Thakar

Romance

4  

Rutambhara Thakar

Romance

પ્રેમ

પ્રેમ

1 min
331

મન મોર બની થનગનાટ કરે,

મન પંખી બની ઉડાઉડ કરે,

બસ,  તારે લીધે જ મારૂ,

ઉડતું મન પ્રેમમાં !


તારા સ્પર્શ થકી મન સળવળાટ કરે, 

ચંચળ મન સ્પર્શને પણ સહવાશ ગણે,

બસ, આ લાગણી થકી જ મારૂ,

ઉડતું મન પ્રેમમાં !


પવનની લહેરખી થકી પણ,

મન વલવલાટ કરે,

તારી ખુશ્બુ થકી મન અહેસાસ કરે,

બસ, આ સુંગંધના પમરાટ થકી મારૂ

ઉડતું મન પ્રેમમાં !


તારા ખ્યાલો થકી દીલ મુસ્કારાયા કરે,

ખાલી અમથું  સ્મિત પણ હાસ્ય લાગ્યા કરે,

બસ,આ છેતરપિંડી થકી પણ મારૂ,

ઉડતું મન પ્રેમમાં !


તારી યાદમાં મન મરકટ બની કુદાકુદ કરે,

તમે આપેલી વેદના કપિ બની હુપાહુપ કરે,

બસ, આ હરકતોની યાદોમાં હ્રદયની ઝાંઝરી

સમ છમ્મા છમ્મ કરતું મારૂ,

ઉડતું મન પ્રેમમાં !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance