રણ લીલુંછમ થયું
રણ લીલુંછમ થયું
વરસી વ્હાલમ તારા હેતની વાદળી ને,
જીવનનું રણ બની ગયું લીલુંછમ.
મળ્યો જ્યારે તારો હાથમાં હાથ,
જાણે જીવન બન્યું હરિયાળું તારે સંગાથ.
હૈયે સુર ઉઠયો તારા પ્રણયનો,
જાણે ! જીવન બની ગયું સાત સુરોનો સંગમ.
અંધકારને હરાવી જાણે ઉજાસ આવ્યો મારે દ્વાર,
જાણે ! જીવન બન્યું મારું ઝળહળતું આકાશ.
વીતી ગઈ ઋતુ વિરહની, આવી મિલનની પળ,
તારા સંગે જીવન બન્યું જાણે અદકેરું સ્વર્ગ.
તારા હેતની વાદળી વરસી વ્હાલમ,
જીવનનું રણ પણ બની ગયું લીલુંછમ.

