STORYMIRROR

Sanjay Prajapati

Romance Inspirational

4  

Sanjay Prajapati

Romance Inspirational

તારા નયનનો જાદુ

તારા નયનનો જાદુ

1 min
369

તારા કામણગારા નૈનના જાદુથી ભીંજાઈ જાઉં છું,

તારા રસીલા હોઠનાં જામથી બહેકી જાઉં છું.


તું સાદગીની મૂરત તૈયાર થાય તો વારી જાઉં છું,

તારા વિખરાયેલા વાળની લટોને સંવારી જાઉં છું.


તારા મીઠા બોલ સાંભળવા તલપાપડ થાઉં છું,

તારા હાથના સ્પર્શને પામવા અધીરો થાઉં છું.


તારી બાહોમાં સમાવા ઉતાવળો થાઉં છું,

તારા દરેક અંગને ચૂમવા વિહ્વળ થાઉં છું.


વર્ષો બાદ મિલનની ક્ષણને માણવા આતુર થાઉં છું,

તને ભવોભવના બંધનમાં બાંધવા રાજી થાઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance