તારા સ્પર્શનો જાદુ
તારા સ્પર્શનો જાદુ
કાચ મટી હું તો કંચન બની ગઈ,
તારા સ્પર્શે હું અમૂલ્ય બની ગઈ,
હતી હું તો પથ્થરની મુરત તારા સ્પર્શે જીવંત બની ગઈ,
હતી હું તો કળી, તારા સ્પર્શે ખીલી ગુલાબ બની ગઈ,
હતી હું તો સામાન્ય લોહનો ટુકડો,
તારા સ્પર્શે સોનું બની ગઈ,
હતી હું તો શૂન્ય,એકડો બની તું મળ્યો,
દસ ગણી મૂલ્યવાન થઈ ગઈ,
તારા સ્પર્શે આવી વસંત હૈયાને આંગણ,
મહેકે મારું અંગ અંગ, હું રંગાઈ ગઈ તારે રંગ,
દિલમાં ઉઠે ખુશીઓના તરંગ,
જીવન બની ગયું રંગીન તારે સંગ.

