વિવાહ
વિવાહ
નક્કી થયાં છે લગન, રોપાયાં છે માંડવા,
કરવાને વિવાહ જાન લઈ આવજો સજનવા.
આવશો ત્યારે છપ્પન ભોગ ધરશું, અછો અછો વાના કરશું,
નહીં રાખશું કોઈ કચાશ, એક વાર તમે આવો તો ખરાં !
બોલીને ફરી જાવ છો, લખેલું ફોક કરો છો,
તો ય અમારી મહેમાનગતીમાં નહી રહે લેશમાત્ર ય કચાશ,
એકવાર તમે આવો તો ખરાં !
ફૂલોની મનમોહક સજાવટ, અંતરની સુંગંધ
તમારું મન તરબતર કરશે, ધરતી પર સ્વર્ગનો લ્હાવો લેવા,
એકવાર તમે આવો તો ખરાં !
અંતરના ઉમકળાથી ભીંજવી દઈશું,
તમારા મનની કડવાસને ય મીઠાશમાં ફેરવીશું,
હદયમનમાં તાર ઝંઝોડવા, એકવાર તમે આવો તો ખરાં !
હરખના ગીતોથી તમારું સ્વાગત કરશું,
રંગોની છોળોથી તમને વધાવશું,
આગમનની અટકળોને અવસરમાં ફેરવવા,
એકવાર તમે આવો તો ખરાં !
તમેય રાખશો યાદ કે કોઈકે આપી હતી આગમનની આવી દાદ,
અંતરમનનાં ઝંકૃત કરવા નાદ, એકવાર તમે આવો તો ખરાં..!
છપ્પન ભોગ, અને બનારસી પાન જમાડશું,
વિવાહ કરશો તો સોનાનાં વરખથી જીવતર શોભાવશું !

