STORYMIRROR

Falguni Rathod

Thriller Others

4  

Falguni Rathod

Thriller Others

નિયમ

નિયમ

1 min
393

બધા નિયમો મુજ પર લાદી દીધા વર્ષોથી,

ને લગીર હોઠેથી બોલવાની પાબંદીઓ બેસૂમાર કરો....!

ને છતાં કહો કે નિયમમાં રહીને કાર્ય કરો....!

ઘૂંઘટ ભીતર અમને ધરબી દીધાં વર્ષોથી,

ને વટ મારી બધા નિયમો નેવે મૂકી અત્યાચાર કરો...!

ને છતાં કહો કે નિયમમાં રહીને કાર્ય કરો....!

કાળની ગુલામી સહીને રહ્યા અમે વર્ષોથી,

ને ઉજાળ્યા બબ્બે ભવના ખોરડા તોયે નકાર કરો...!

ને છતાં કહો કે નિયમમાં રહીને કાર્ય કરો...!

વાણીમાં અમારી મીઠાશ તો હતી વર્ષોથી,

ને મીઠાશને પચાવી ના શકવાના મનસૂબા અપાર કરો..!

ને છતાં કહો કે નિયમમાં રહીને કાર્ય કરો...!

ભણતરની પેનથી લેખન કરવાની હોંશ વર્ષોથી,

ને એ કલમને હાથો વડે તોડવાની તૈયારી વારંવાર કરો...!

ને છતાં કહો કે નિયમમાં રહીને કાર્ય કરો...!

અવનવા આભલે પંખી બની ઊડવું તું વર્ષોથી,

ને આભમાં પાંજરાઓ મૂકી પકડવાને કાજ જોર કરો...!

ને છતાં કહો કે નિયમમાં રહીને કાર્ય કરો...!

નિયમો તોડી મુક્તતાની ઝંખના બાંધી છે વર્ષોથી...!

એ સાકાર કરવા આજ મક્કમ મનથી નિર્ધાર કરો....!

હવે એજ કહેશે નૂતન નિયમથી હા કાર્ય કરો...!

Rate this content
Log in

Similar gujarati poem from Thriller