STORYMIRROR

purvi patel pk

Tragedy Thriller

4  

purvi patel pk

Tragedy Thriller

પ્રેમ

પ્રેમ

1 min
401

પ્રેમની અલૌકિકતા કેવી, જુએ રાણી રૂકમણી,

સોળહજાર રાણીઓ તો એ, કૃષ્ણ કહેવાય બ્રહ્મચારી,


પ્રેમમાં નિ:સ્વાર્થતા કેવી, જુએ શ્રી સુદામા,

મુઠ્ઠીભર પૌંવા સામે, આપી દોમદોમ સાહ્યબી,


પ્રેમની એકલતા વેઠે કેવી, જુઓ રાધારાણી,

વિરહમાં ઝૂરતી મૂકી કા'નો, થઈ ગયો આભાસી,


પ્રેમમાં ઝેરના પારખાં કેવા, કરે સતી મીરા,

વિષનો પ્યાલો હરિ સમરણે કરી પીધો,


પ્રેમમાં શંકાના ફળ કેવા, ભોગવે સીતામાતા,

ધોબીના એક વેણે, ફરી ભોગવ્યો વનવાસ,


પ્રેમમાં ઉપાધિ કેવી, પૂછો માતા પાર્વતીને,

વરદાન આપે શિવજીને, સંહાર કરે સતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy