કેસૂડો
કેસૂડો
ફાગણીયો આવે ને મોસમ મહેંકી ઊઠે
કેસુડાની લાલીમા છલકી ઊઠે,
તડકો તપવાની કોશિષ કરતો રહ્યો,
ઓલો કેસૂડો લાલીમા વેરતો રહ્યો,
પવનનાં સરર્ ઝોકાં વહેતાં રહ્યા,
ને કેસૂડો આહલાદકતા ઢોળતો રહ્યો,
કેસૂડો નીચવાયને રંગ રેલાતો રહ્યો,
ને વસંતનો વૈભવ મહેક્તો રહ્યો,
રમત હતી રંગનીને કેસૂડો રોળાઈ ગયો,
"રાહી" કંઈક દિલનાં અરમાન રંગતો રહ્યો.

