વળગણ
વળગણ
કાળી અંધારી, ઘનઘોર મેઘલી રાત...
ગાત્રો થીજવતી કાંપતી, ધ્રુજતી વાત...
દૂર બિહડ વનમાંથી સંભળાતી શિયાળવી...
અંધારે ખૂણે લપાયેલી કોઈના ઘરની લાજ...
અચાનક એક ઓળો એના પર ઝળુંબ્યો...
ચીંથરુ ખેંચાયું, ચરિત્ર થયું ચીંથરેહાલ...
ભયથી ફફડતી, થરથરતી પારેવડી સમ
તાર તાર થઈ અકડતી ખાનદાની...
લાખ કોશિશો છતાં રોકી ના શકયું કોઈ...
એ બુઝાતી, ઓલવાતી કોઈની ઘરદીવડી...
નિબિડ અંધકારમાં થયા હાલ બેહાલ...
શું કરું, ક્યાં જાઉં, કોને કહું...મૂંઝાતી અવઢવ...
કંઈક વિચાર્યું...
મડદાં છે, એ ક્યાં કોઈને કંઈ કહેશે ?
બચતી, બચાવતી કબ્રસ્તાનમાં પેઠી...
સવારે સૌની નજરે વળગળમાં ખપી.
