જીવનની સફર
જીવનની સફર
કિલકારીઓથી શરૂ થતી જીવનની સફર,
રામ નામથી અંત પામતી આ જીવનની સફર,
બાળપણ, યુવાની, વૃદ્ધત્વ ત્રણ પડાવ જીવનમાં,
શરૂઆતની ના ખબર, ના ખબર અંતની જીવનમાં,
ઉત્સાહ, આનંદને બોજ વિનાનું હોય છે બાળપણ,
જવાબદારીઓથી શરૂ થતી અહીં યુવાનીની સફર,
સાંસારિક જવાબદારીઓના બોજ સાથેનું જીવન,
યુવાનીનાં અંતે શરૂ થતું વૃદ્ધત્વરૂપી આ જીવન,
આ સફરમાં ઘણાં મળતાં અને ખોતા સ્વજનો,
શરૂ થતી સફર અંતે વૃદ્ધત્વથી મૃત્યુ સુધીની.
