STORYMIRROR

Sejal Ahir

Thriller

4  

Sejal Ahir

Thriller

પૈસો

પૈસો

1 min
369

સંબંધોના ત્રાજવે તોલતી દુનિયા પૈસાને અપનાવી લીધા,

અભિમાનની આગમાં પોતાનાને ખુદથી દૂર કરાવી લીધા,


ધન, દોલત, સુખ, સાયબી, વૈભવ-વિલાસમાં જીવતો રહ્યો,

વિશ્વાસ, લાગણી, પ્રેમના સંબંધોને આગમાં સળગાવી લીધા,


મતલબીની દુનિયામાં માનવીઓ પૈસાને પરમેશ્વર માને છે,

માવતરને બોજ ગણી સંતાનોએ વૃદ્ધાશ્રમમાં ધકેલાવી દીધા,


કોણ જાણે શું થશે આ દુનિયામાં ઈશ્વર ? એવું વિનવું છું હું,

લાલચ, લોભ, મોહ-માયાના ચક્રવ્યુહમાં લોકોને ફસાવી દીધા,


પૈસો પૈસો કરીને જિંદગી કિનારે આવી પહોંચશે મનવા,

અજ્ઞાનમાં રહી માનવી ઈશ્વરની ભક્તિને ભૂલાવી દીધા !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller