મધુર તાન
મધુર તાન
હું તને યાદ આવું તો તું મુજને મળવા આવજે,
મુજને મળીને મારી સાથે નજરને તું મેળવજે,
તારા નયનોનાં આયનામાં હું જ વસુ છું વાલમ,
તારા પ્રેમના આંસુથી મુજને તું તરબતર કરજે,
જો રાત્રે ઊંઘ ન આવે તો મારા સપના તું નિરખજે,
સપનાંમાં મારી સાથે તું પ્રેમભરી મીઠી વાતો કરજે,
મારા દિલના દરવાજા તો કાયમ ખુલ્લા છે વાલમ,
તું પ્રેમથી મારા દિલના દરવાજાને ખટખટાવજે,
તારૂં દિલ બેચેન બને તો મારી યાદોને વાગોળજે,
પ્રેમનો વિરહ થાય તો તું મારી તસ્વીરને નિરખજે,
તું તો હંમેશા મારા જ દિલની ધડકન છો વાલમ,
તું દિલથી મુજને પ્રેમ ભરેલો મધુરો સાદ કરજે,
આ દુનિયાના રીત રિવાજો તોડીને તું આવજે,
મારા દિલની ધડકન સાથે તારો તાલ મેળવજે,
મારા દિલમાં કાયમ માટે તું જ વસી છો વાલમ,
"મુરલી"ની મધુર તાન બનીને પ્રેમપૂર્વક લહેરાજે.

