દિલનો કિરાયેદાર
દિલનો કિરાયેદાર
તારી જ નજરમાં વસેલો છું,
તારા પ્રેમનો હું પડછાયો છું,
શરમાયા વિના મુજને કહી દે કે વાલમ,
હુ તારા મનનો નાચંતો મયૂર છું.
તારા જ દિલનો ધબકાર છું,
તારા શ્ચાસોની હું સરગમ છું,
મુંઝાયા વિના મુજને વિના કહી દે કે વાલમ,
હું તારા પ્રેમનો પંચમ સ્વર છું.
તારા જીવનનો સોનેરી સૂર્યોદય છું,
તારા પ્રેમની પૂનમનો હું ઉજાશ છું,
સ્મિત ફરકાવી મુજને કહી દે કે વાલમ,
હું તારી મધુર રજનીનું મિલન છું.
તારા તન-મનને લહેરાવનારો છું,
તારી સુંદરતામાં હું ડૂબનારો છું,
દુનિયાથી ડર્યા વિના હવે કહી દે કે વાલમ,
હું તારા દિલનો કિરાયેદાર છું.

