ચૂડી, ચાંદલો ગયો
ચૂડી, ચાંદલો ગયો
પિયુ મારો પરદેશી થયો,
અંગે મારાં ચૂડી, ચાંદલો ગયો,
સંધૂકણ જગતે મિથ્યા જનમારો થયો,
અંગે મારાં ચૂડી, ચાંદલો ગયો,
ભવમાં કાંકરો ભરાયો, તું કાં પાછો થયો,
અંગે મારાં ચૂડી, ચાંદલો ગયો,
ખચિત ઘાવ ડભાયણું જીવને થયો,
અંગે મારાં ચૂડી, ચાંદલો ગયો,
કોનાં દિલાસાની આશ, જગ વેરી થયો,
"રાહી" અંગે મારાં ચૂડી, ચાંદલો ગયો.
