લાલ ચટ્ટક ચૂંદડીમાં સોહે માવડી
લાલ ચટ્ટક ચૂંદડીમાં સોહે માવડી
સુંદર મજાના ગામડે છલકે કેવા ઝાઝા હેત
નોરતાના દા'ડા ગરબા સંગે સંસ્કૃતિ વિવિધ,
નોરતું ત્રીજું સોહે લાલચટ્ટક ચૂંદડીમાં ચંદ્રઘન્ટા માવડી
ઢોલના તાલે ઘુમતા નર નારી ભરીને હૈયે ઝાઝા હેત,
લચકતી ચાલે પનિહારીઓ રણકે ઝાંઝર સૂર મધુર,
બળદગાડાંના ઘૂઘરા પણ મિલાવે ઈ સૂરમાં સૂર.
અબીલ ગુલાલ ઊડે ચાચર ચોકે રૂડો નોરતાની રાતે
સ્નેહથી થયા છે રમતા લાલ ગાલ રૂડા ગરબામાં હેતે,
સંધ્યાટાણે ઝાલરના કેવા રણકે છે મંદિરે મધુર સૂર,
સોહે સ્નેહથી છલકાતું ગામડું આ કેવું છે મધુર.
સુંદર મજાના ગામડે છલકે કેવા ઝાઝા હેત
નોરતાના દા'ડા ગરબા સંગે સંસ્કૃતિ વિવિધ.
