તારા વિના હું શું કરૂં?
તારા વિના હું શું કરૂં?
મારૂં કોમળ હ્રદય તારા માટે છે,
ધડકન સંભળાવીને હું શું કરૂં?
જો તુ તારા હ્રદયમાં ન રહે તો,
તારી છબી વસાવીને હું શું કરૂં?
સંધ્યાના આ રમણીય દ્રશ્યોનું,
વર્ણન તને હું કઈ રીતે કરૂં?
જો તુ નજરે મને આવે નહી તો,
ચંદ્રમાં ચહેરો જોઈને હું શું કરૂં?
આકાશના ચમકતા તારાઓ સાથે,
મહેફિલ જમાવીને હું શું કરૂં?
જો તુ મહેફિલમાં આવે નહીં તો,
રાતભર વાટ જોઈને હું શું કરૂં?
હેમંતની શિતળ ઋતુમાં "મુરલી",
તને નગરમાં શોધીને હું શું કરૂં?
જો તુ પ્રેમની જામ બને નહીં તો,
જામનું મયખાનું ખોલીને હું શું કરૂં?
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)