નૂતન વર્ષે યાદ કરીએ દેશની શાન
નૂતન વર્ષે યાદ કરીએ દેશની શાન
નૂતન વર્ષે યાદ કરીશું, મા ભારતી કેરી વધતી ઝાઝેરી શાન
હિમાલય પર ગુંજે સદાય, વીર પુત્રોના બલિદાનનાં યશોગાન,
ડંકો વાગે હવે ભારત કેરો, ઈંગ્લેન્ડમાં જૂવો હરખથી સહુ આજ
ભારત પર કર્યુ રાજ ઇંગ્લેન્ડે, હવે ભારતીય ઋષિ કરશે ત્યાં રાજ,
સરહદો પર છાતી તાણી જૂવો, મલકતા વીરોની કેવી શાન
ગંગાના વહેતાં પાવન જળ, વધારે ઘણી મા ભારતીની શાન,
ડંકો વાગે હવે ચોતરફ ભારતનો, વિજયઘોષ કરે ભારતના લાલ
સ્વદેશી એરક્રાફ્ટ પર સ્વદેશી આયુધોથી સૈનિકો કરે લલકાર,
દૂધ અને કૃષિમાં પ્રથમ વિશ્વમાં, ભારતમાં પાકે અખૂટ અનાજ
મદદ કરતાં સહુ વિશ્વ અખાને, કોઈ મુસીબત પડે ભારત કરે સહાય,
ખેલ જગતમાં નામના મેળવે, ભારતના ખેલરત્નો હવે તો અપાર
'રાજ ' હૈયે હરખ ઝાઝેરો, જોઈ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય આજ,
નૂતન વર્ષે યાદ કરીશું, મા ભારતી કેરી વધતી ઝાઝેરી શાન,
હિમાલય પર ગુંજે સદાય, વીર પુત્રોના બલિદાનનાં યશોગાન.
