પ્રેમભાવ
પ્રેમભાવ
વાંછટ નહીં, વરસાદ છે તું,
કૈક ભર્યો મારો હાર્દ છે તું,
છોડ નહીં, સુંદર ફુલ છે તું
કૈક ભરી મારી સુગંધ છે તું,
ધૂળ નહીં, લીલીધરતી છે તું
કૈક ભર્યું મારું જીવન છે તું,
વાદળ નહીં, આકાશ છે તું
કૈક ભર્યું મારુ સ્વપ્ન છે તું,
હૃદય નહીં, હૃદયભાવ છે તું
કંઈક ભર્યો મારો પ્રેમ છે તું,
દિલ નહીં, દિલચસ્પી છે તું
કૈક ભરી મારી ઉમેદ છે તું,
'રચના' નહીં, રચયિતા છે તું
કૈક ભર્યા મારા શબ્દો છે તું.
