મનોતરંગ
મનોતરંગ
કલ્પના ભરી પાંખે ઉડતા;
અનેક સ્વપ્નોએ સરી પડતા,
જિંદગીના પ્રથમ પગથીયે ચડતા;
નક્કી કોઈ મજબૂરીઓ નડી હશે !
અશક્ય હોય ને શક્ય બનતા;
જાણે પારસમણિનો સ્પર્શ થતાં,
હૈયાના વિચારો હિલોળે હીચતા;
નક્કી એ કલ્પિત જ મનોભાવ હશે!
ધારણા થકી મન નીચોવતા;
રંગીન ફૂલોની સુગંધ ફેલાવતા,
ખુશીઓ ભર્યા હૈયાને ફસાવતા;
નક્કી અંતઃમનની પ્રથમ રચના હશે !
