STORYMIRROR

Kajalben Pansuriya

Thriller

3  

Kajalben Pansuriya

Thriller

હૃદયભાવ

હૃદયભાવ

1 min
144

એક પલકારે જો પકડાય તો પકડી લેશો;

મૌનમાં જો જકડાય તો જકડી લેશો..

વિચારોના હોય ગુચ્છા,

ચિંતને સરભર પૃચ્છા,

હૃદયે ભાવુક ઈચ્છા..


 એક મને જો વિચારાય તો વિચારી લેશો;

 તડપનમાં જો તડપાય તો તડપી લેશો..

 તાલાવેલીનો હોય સાર્થ,

 ન હોય મેળાપ વ્યર્થ,

 દિલ દીધાનો અર્થ..


 એક હૈયાને જો મનાવાય તો મનાવી લેશો;

 અંતઃશબ્દો જો ગોઠવાય તો ગોઠવી લેશો..

 વાતચીત કર્યાની તૃપ્તિ,

 અનહદ ખુશીની પ્રાપ્તિ,

 અંતઃકરણની સંતૃપ્તિ..

 એક 'રચના'એ જો રચાઈ તો રચી લેશો;

 દિલના ભાવ જો લખાય તો લખી લેશો.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller