અણમોલ સંબંધ
અણમોલ સંબંધ
બહેન માટે ભાઈની દૂરી;
લાગે મોટી મજબૂરી,
જિંદગી મધુરી;
લાગે અધૂરી,
પિતા તુલ્ય પ્રેમાળ ભાઈ;
અદ્ભૂત મન પરછાઈ,
વાત્સલ્ય પરખાઈ;
હેતે હરખાઈ,
સુખ દુઃખે સાચો સહારો;
એક અવાજે આનારો,
સહભાગી થનારો;
મદદે જનારો,
બહેનનો જમણેરો હાથ;
હાજરાહજૂર નાથ,
જીવનનો સાથ;
મન ક્વાથ.
