STORYMIRROR

Kajalben Pansuriya

Inspirational

3  

Kajalben Pansuriya

Inspirational

જીવન જંગ

જીવન જંગ

1 min
172

તારા આંસુ ટપકે ને થાય અતિદુઃખ;

પોતાની તકલીફે જીવન જાણે સુખ,

નક્કી કોઈ લાગણીનો પ્રભાવ હશે,


તારા મનના ભારથી થાય તું ઉદાસ;

ક્રોધિત મને ઘરમાં થતો વધુ કંકાસ,

નક્કી કોઈ સહૃદયે મૂંઝવણ હશે,


નાનીનાની વાતે થતો મોટો ઝઘડો;

જીવનમાં આફતોનો મોટો વગડો,

નક્કી કોઈ જીવ પ્રેમ વિહીન હશે,


પોતાની જિંદગીમાં નહીં વિશ્વાસ; 

તો બીજાના ન જાણે નિ:શ્વાસ,

નક્કી કોઈ શંકાશીલ સ્વભાવ હશે,


હિંમત હાર્યા વિના તું જંગ જીત;

બસ એ જ જીવન જીવવાની રીત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational