STORYMIRROR

Kajalben Pansuriya

Others

4  

Kajalben Pansuriya

Others

માતૃત્વ

માતૃત્વ

1 min
217

માની મમતાનો મનમેળ હોય અજબ;

જાણે મા બોલતા મોઢું ભરાતું ગજબ,


જનનીએ વહાલના દરિયો છે વરસ;

જાણે અખૂટ પ્રેમની મુજને છે તરસ,


માતાને સંતાન ઉછેરનો હોય હરખ;

જાણે આત્મીય સુખ દુઃખને તુ પરખ,


જનેતા લાડકવાયીની કરતી અરજ;

જાણે વહાલસોયાનું ભરતી કરજ,


માવડીના મનની કલ્પના થાય તરત;

જાણે સ્નેહભર્યા લોચન થાય પરત,


અંબાને મન આફતો આવે સખત;

જાણે પાર પાડવાનો આવે વખત,


જન્મદાત્રીના શ્રેષ્ઠ રૂપવાને જગત;

જાણે તુલના કરતા ન થાય રંગત.


Rate this content
Log in