ગુલમહોર
ગુલમહોર
ગ્રીષ્મ ઋતુ આવતા સોળે કળાએ ખીલીએ,
ગુલમહોરના ફૂલ જેવા ખીલીએ,
જીવનને તેજસ્વી રંગોથી રંગીએ,
ગુલમહોરના ફૂલ જેવા રંગીએ,
જીવનમાં હંમેશા તાજગી ભરીએ,
ગુલમહોર જેવી તાજગી ભરીએ,
મનોહર, રુઆબદાર જીવન જીવીએ,
ગુલમહોર જેવું જીવન જીવીએ,
રામબાણ ઈલાજ બનીને મદદ કરીએ,
ગુલમહોરના ફૂલ જેવી મદદ કરીએ,
કળાયેલ મોર જેવું રૂપ બનીએ,
ગુલમહોરના ફુલ જેવુ રૂપ બનીએ,
લીલાછમ પાંદડા જેવા હરિયાળા બનીએ,
ગુલમહોર જેવા હરિયાળા બનીએ.
