STORYMIRROR

Bharti Dave

Romance Inspirational Thriller

4  

Bharti Dave

Romance Inspirational Thriller

તારાં સરનામે

તારાં સરનામે

1 min
912

તારાં સરનામે એક પત્ર મોકલું છું,

લાગણીનું થોડું અત્તર મોકલું છું,


ટેરવે ટેરવે જાણે શબ્દો ફૂટ્યાં છે !

પ્રેમ કેરા બીજનાં અંકુર મોકલું છું,


હૈયાનાં બાગમાં વાવવાનું કામ તારું,

સાથે એમાં સ્નેહનું ખાતર મોકલું છું,


રાત આખીનું કરી લેજે જાગરણ,

પ્યારભરી એક સવાર મોકલું છું,


ભીતરનાં ભેજથી કળી ખીલી ગઈ,

ફૂલછાબ હું સદાબહાર મોકલું છું,


છોડ લાગણીનો હવે વડલો બની ગયો,

રાધાનો શબ્દદેહે અવતાર મોકલું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance