તું રાહ ના જોતો
તું રાહ ના જોતો
1 min
23.3K
તું રાહ ના જોતો,
મારે વાર લાગશે,
આંસુઓ ના પાણીથી પાક્કી કરેલી દીવાલો છે,
આને તોડવામાં સમય લાગશે,
તું રાહ ના જોતો,
અજવાળેજ ફરી જજે,
રાતના અંધારાની બીક નથી હવે,
મારે પહોંચતાં સવાર લાગશે,
તું રાહ ના જોતો,
વસંતના ફૂલોની,
રાતના અંધારાની બીક નથી હવે,
કાંટાઓને કાઢવામાં હજું એક વસંત લાગશે,
તું રાહ ના જોતો,
ભાદરવામાં આભ વરસવાની,
પાંપણો ભીંજાતી નથી હવે,
આ રણને વરસવામાં કેટલાય તપ લાગશે,
તું રાહ ના જોતો,
આ હથેળીને હાથ આપવાની,
મારાથી હસ્તરેખા ખોવાઈ ગઈ છે,
અને ગોતવામાં હજું એક બે કિસ્મત લાગશે,
તું રાહ ના જોતો,
અશ્રુ વહે તો વહેવા દેજે,
આ ખભો થાકી ગયો છે,
આને આરામ કરવા કોકનો સથવારો લાગશે,
તું રાહ ના જોતો,
પ્રેમની ડગર પર મારી,
કોઈ મહેબૂબ મળે તો ચાલ્યો જજે,
મને ફરી આશિક બનતા સાત જનમ લાગશે.