શું કહું ગુજરાત?
શું કહું ગુજરાત?
1 min
590
શું કહું ગુજરાત,
તારા ગૌરવની તો કંઈ વાત થાય,
શબ્દો ખૂટી પડે ને,
રણમાં પણ વરસાદ થાય;
ધમ ધમ ઢોલ ના ધબકારે,
તાળીઓની રમઝટ રમાય,
સર સર વહેતી નર્મદા ને,
ત્રાડ ગીર માં સંભળાય,
આરંભ આઝાદીની કરી તું,
ગીત ગઝલો ગાય,
ઢોકળા ખાંડવી ફાફડા ને,
ચા નું તું હૃદય કહેવાય,
શું કહું ગુજરાત,
તારા ગૌરવની તો કંઈ વાત થાય,
શબ્દો ખૂટી પડે ને,
રણમાં પણ વરસાદ થાય.
