STORYMIRROR

Krishna Mahida

Tragedy Inspirational Thriller

4  

Krishna Mahida

Tragedy Inspirational Thriller

નારી નારીમાં ફેર કેવો ?

નારી નારીમાં ફેર કેવો ?

1 min
390

 દુઃખી નારીનું ચરિત્ર સદા ગવાય છે,

 સુખી નારીનું ચરિત્ર ક્યાં ગવાય છે,


 સીતા બની વન જવા બધા તૈયાર છે,

 પણ કોઈથી ક્યાં ઉર્મિલા થવાય છે,


શીલા બની અહલ્યાને સૌવ જાણે છે,

મહેલના સુખને માંડવી કયાં માણે છે,


રાધાનો પ્રેમ સમર્પણ, કૃષ્ણ સંગ સોહાય છે,

રુકમણીનું અર્પણ, કયાં કોઈને સમજાય છે,


અસહ્ય દેખાય દુઃખ જે એ કાયમ ઘવાય છે,

સુખની રેલમછેલ મહીં હસતું હૃદય દુભાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy