જિંદગી
જિંદગી
કેવી મજાની છે આ જિંદગી,
નયનો બંધ કરતા લાગે છે બંદગી,
સ્વપ્ન મહી ડૂબતા આનંદિત છે જિંદગી,
રાહ મળતાં રાહબર બને છે જિંદગી,
પ્રકૃતિ સાથે રમતા ઉત્સાહી છે જિંદગી,
શૈશવને સાંભરતા મજાની છે જિંદગી,
ગુરુજ્ઞાન મેળવતા જ્ઞાની છે જિંદગી,
પુસ્તક મહીં ડૂબતા સફર છે જિંદગી,
સીતારા મહી ચમકતી ચાંદની છે જિંદગી,
મનુજ મહી માણતા માનવીની છે જિંદગી,
પ્રભુ મહીં સ્મરતા ભક્તિની છે જિંદગી,
ગંગાના પ્રવાસ સ્વરૂપે ખળખળ વહેતી છે જિંદગી,
શૂન્ય માનવ સર્જન છે મજાની આ જિંદગી.
