જિંદગી
જિંદગી
કાલનું ભવિષ્ય રાહ જોવે છે તારી,
કેમ આટલી આનંદિત છે મનુજ જિંદગી તારી.
કેમ પાછળ નથી ભાગતો કાલનો સિતારો છે તું,
કેમ તને ભાન નથી કાલે મૃત્યુનો સથવારો છે તું.
કેમ જિંદગીને રડવામાં વિતાવે છે કાલ જીત પણ તારી છે,
કેમ ધનને સંગ્રહે છે કાલ મરવાનો વારો તારો છે.
એવું જીવ કે જીવનમાં જીવવાનો સમય તારો છે,
હસવા સમીના બનાવો જિંદગી જિંદગી તારી છે.
દિવસો હતા બાળપણના વીતી ગયા એ પણ તારા છે,
જિંદગીને સમજ જિંદગી એ જવાબદારી તારી જ છે.
