અમે તમે
અમે તમે
શાશ્વત જગતમાં વિશ્વ શાંતિ કેરુ,
પ્રતીક બન્યા છો મહામાનવ તમે,
વિસર્જનમાં નવસર્જનની આસ સમા ભેરુ,
ભોમિયા કેરા મહામાનવ છો તમે,
અમ જીવનમાં યશગાથા નું બીજ વાવીને,
કંટક કેરા વિઘ્નો નિવાર્ય મહામાનવ તમે,
જ્ઞાન તેજથી નવપલ્લવિત બન્યા અમે,
વિશ્વ શાંતિના સંદેશાવાહક બન્યા મહામાનવ તમે,
માટીને પણ ચંદન બનાવ્યું ગુર્જર રત્ન અમે,
નાવિક બની માર્ગ ઉજાળ્યો મહામાનવ તમે,
જીહવા થકી અસત્ય ન કહે પાલક બન્યા અમે,
સુખ દુઃખનું ચક્ર સમજાવ્યું મહામાનવ તમે,
