પ્રકૃતિને માણું છું
પ્રકૃતિને માણું છું
આથમતા રવિમાં, હું પ્રકૃતિને માણુંં છું,
ધન્ય છે ઈશ્વર અમને, પ્રકૃતિ માણવા નયનો અર્પ્યા,
પંખીને માળામાં જવાના સમયે, હું પ્રકૃતિને માણું છું,
ગાયોના ધણને વાડા તરફ વળતા, હું પ્રકૃતિને માણું છું,
તળાવને કાંઠે બતકા ને દેડકાને હું માણું છું,
ક્યાંક - ક્યાંક ઊંડે કોયલનો કલરવ હું માણું છું,
ખેતરના છેડે, આછા અંધકારને હું જોઉં છું,
નાનકડા ફૂલની, કળી કરમાતા હું પસ્તાઉં છું,
મેઘરાજાની મહેફિલથી, હું પ્રકૃતિને નિહાળું છું,
રવિની વિદાય હરખભેર, હું પ્રકૃતિને નિરખું છું.
