માનવીની કલમે
માનવીની કલમે
મેં ન જાણ્યું જગમાં, કે જગ કેવો હશે ?
બસ મારું મન જાણે, મનુજનો વિચાર કેવો હશે,?
તારુ - મારું કરતા વીતી ગયો, એ કિંમતી સમય,
રમવાને ભણવાનો એ હતો, મારા બાળપણનો સમય,
માનવ નથી ઉતારતો આ માનવતાને, તેના જીવનમાં,
નાની અમથી આ જિંદગી, ક્યારેય પૂરી થઈ જાશે જીવનમાં,
માનવ જગમાં આવ્યો વીતી ગયો, એ ક્યારેય સંસાર,
જીવન અને મરણ વચ્ચે રહ્યો છે, બસ એક જ અંસાર,
માનવી પાસે ના જોઈ ક્યારે, માનવતાની મીઠાશ,
ત્યાં તો જોઈ લીધી મેં પશુ-પંખીઓની મૈત્રીની મીઠાશ.
