હૃદયની તડપ
હૃદયની તડપ
તને જાઈને મારો દિવસ સુધરી જાય છે,
તને મળું છું તો તું મનમાં છવાઈ જાય છે,
કયાં સુધી હું તારાથી દૂર રહીશ વાલમ ?
તારો પ્રેમ મેળવવા મારૂં હૃદય તડપી જાય છે,
તારો સુંદર ચહેરો મુજને સપનામાં સતાવે છે,
રાતભર કાયમ મુજને નિદ્રામાંથી જગાડે છે,
હવે નથી રહી શકતો હું તુજ વિના વાલમ,
તારો પ્રેમ મેળવવા મારૂં હૃદય તડપી જાય છે,
હું કાંઈક વિચારૂં તો તારા જ વિચાર આવે છે,
મુખથી કાંઈક બોલું તો તારૂં જ નામ આવે છે,
કયાં સુધી આ છૂપાવીશ હું તારાથી વાલમ,
તારો પ્રેમ મેળવવા મારૂં હૃદય તડપી જાય છે,
તારી પાંપણોની ભાષા મુજને સમજાય છે,
તારા મસ્ત અદાથી દિવાના બની જવાય છે,
"મુરલી" મુજને તારા દિલમાં સમાવી લે વાલમ,
તારો પ્રેમ મેળવવા મારૂ હૃદય તડપી જાય છે.

