પ્રેમાળ નજર
પ્રેમાળ નજર
મનની મારી મનમાં જ રહી ગઈ,
નજર તેની સાથે મળતાં રહી ગઈ,
તેને ચાલી જતાં જોતો રહી ગયો,
અંતે હું તેને જોઈ નિરાશ થઈ ગયો,
તેને બોલાવવા મે દોડ લગાવી,
દોડતાં દોડતાં પગમાં ઠોકર લાગી,
પગે ઈજા થતાં હું ઘાયલ બની ગયો,
અંતે હું વેદનાથી બેભાન થઈ ગયો,
દવાખાનામાં મારી સારવાર કરાવી,
પાટા પીંડી કરતાં તેને મે નિહાળી,
છતાં પણ તેને હું ઓળખી ન શક્યો,
દવાની અસરથીં હું ઊંઘમાં સરી ગયો,
જખ્મની વેદનાએ મારી ઊંઘ બગાડી,
દર્દભર્યો સાદ કરી તેને મે બોલાવી,
તેની પ્રેમાળ નજરમાં હું તરબતર થયો,
"મુરલી" અંતે તેના દિલમાં સમાઈ ગયો.

