સલામતીનો માર્ગ
સલામતીનો માર્ગ
વફાનો બદલો બેવફાઈ કરવી,
દુનિયાની જુની આદત છે,
પ્રેમને બદલે નફરત કરવાની,
ન સમજાય તેવી આ રીત છે,
ભોળા ચહેરા ઉપર વિશ્વાસ મૂકવાની,
મનથી બીક હવે લાગે છે,
પાળી-પોષીને મોટા કરેલાઓની,
ઓચિંતા ઠોકરો હવે લાગે છે,
દુઃખમાં સાથ આપ્યો હોય તેની,
દગો કરવાની શક્યતા લાગે છે,
સાચી વ્યક્તિને ખોટો ચિતરવાની,
શતરંજની રમતો રમાતી લાગે છે,
ક્યાં જવું અને કોને જઈને કહેવું,
તે દિશાઓ ખોવાયેલી લાગે છે,
સલામતીનો એક જ માર્ગ છે "મુરલી",
પ્રભુ શરણે જવું યોગ્ય લાગે છે.
