વેદનાની વાત
વેદનાની વાત
વેદનાને પાને પાને પ્રસરી ગયેલી, કહું છું એક વાત,
સઘળું જાણું છતાં, કશુંય કહી ન શકું એવી વાત,
કોડભરી કન્યાએ ચણી, આભાસી પ્રણય ઇમારત,
શમણાંઓએ કર્યા ત્યારથી ઉપવાસ આમરણાંત,
અચાનક અમાસી અંધકાર ઓઢાડી ગઈ એક રાત,
પુનમી ઉજાસ પર તુર્ત જ ગ્રહણ લગાડી ગઈ રાત,
નજરે દેખાતી તાદૃશ, છતાં રહી એ છુપાતી નિત
ભૂત બનીને જીવતાં જ વળગતી કેવી માણસજાત,
ઘાણીમાં પિસતી, ઘોળીને પી જતી કહેવાતી ન્યાત
યાદોની દીવાલ પર ઉપસેલી એક રક્તરંજિત ભાત,
ઓરતાંઓની મરણપથારી પર એક જીવતી લાશ
પર વેદનાને મમ શબ્દોથી કહી મેં એક અધૂરી વાત.
