એક બહેન જ હોય છે
એક બહેન જ હોય છે


એ બહેન હોય છે.
એ બહેન હોય છે.
દુઃખમાં સુખ આપે ને સુખમાં હસી,
એ એક બહેન જ હોય છે,
નાની નાની વાતોમાં ઝઘડો કરનારી,
અને એ જ ઝઘડામાં " તને ક્યારેય નહી બોલાવું "
એમ કહેનારી એ એક બહેન જ હોય છે,
ટીવી જોતી વખતે રીમોટ માટે ઝગડનારી,
મેચ ચાલુ હોય ત્યારે સીરીયલ કર એવું કહેનારી,
ના પાડતા ગુસ્સાથી મોઢું લાલ કરનારી,
એ એક બહેન જ હોય છે.
સવારે પથારીમાંથી મારૂ ગોદડું ખેંચનારી,
વારંવાર મને ઊઠ ઊઠ કહેનારી,
ના ઊઠતા ગુસ્સામાં રૂમનો દરવાજો બંધ કરનારી,
અને જ્યારે ઊઠવું હોય ત્યારે ઊઠજે એમ કહેનારી,
એ એક બહેન જ હોય છે.
વાતવાતમાં નારાજ થનારી,
વગર વાંકે મને ખીજનારી,
કંઈક જોઈતી વસ્તુ માટે મસ્કા મારનારી,
એ એક બહેન જ હોય છે,
બાધી બાધી ને આઈસ્ક્રીમ ખાનારી,
હાલતા ચાલતા મનચુરીયન મંગાવનારી,
અને વાતે વાતે મને કંજૂસ કહેનારી,
એક બહેન જ હોય છે,
ગિફ્ટ આપે તો રાખડી બાંધીશ,
ચોકલેટ આપે તો રાખડી બાંધીશ,
જાતજાતના ઢોંગ કરી વસ્તુ લેનારી,
એ એક બહેન જ હોય છે,
બહેન ગમે તેટલી માથાભારે હોય,
ગમે તેટલી જિદ્દી હોય,
ગમે તેટલી તમને ખીજનારી હોય,
પણ સાચી ચિંતા કરનારી,
સાચુ ધ્યાન રાખનારી,
અને ખૂબ જ પ્રેમ કરનારી,
એ એક બહેન જ હોય છે.
જાણે પ્રેમની મુરત બેનડી,
હસતા મુખે આવે બેનડી,
ભાઈ પાછળ ઘેલી બેનડી,
ઠેસ બોલે ખમ્મા વીરને બેનડી.