સંભળાય છે !
સંભળાય છે !
પવનના આ જોકાંમાં તારો આવાઝ સંભળાય છે,
લહેરાતા આ પાંદડામાં તારી ઝાંઝરનો આવાઝ સંભળાય છે.
સવારમાં બોલતા આ પક્ષીઓમાં તારી વાતો સંભળાય છે,
વરસાદના આ ટીપામાં તારા ઝુંમખાનો આવાઝ સંભળાય છે.
શાંત વાતાવરણમાં તારી ખામોશી સંભળાય છે ,
તું ના બોલતી હોય છતાં મને ઘણું બધું સંભળાય છે.
તારા હર એક ધડકનમાં તારી લાગણી સંભળાય છે,
તારી એ નશીલી આંખોમાં તારો એ ઈશારો સંભળાય છે.
મને નથી ખબર કે તને શું સંભળાય છે ,
પણ મને તો બસ " ફક્ત તું " જ સંભળાય છે.

