STORYMIRROR

Dhaval Limbani

Tragedy Inspirational

3  

Dhaval Limbani

Tragedy Inspirational

આદત છે !

આદત છે !

1 min
183

વાત કરું મારી તો !

મને આદત છે બસ તને જ ચાહવાની,


તું કશું ખોટું કરે એમાં તને વારંવાર ખિજાવવાની,

આદત છે ડગલે ને પગલે તારું જ ધ્યાન રાખવાની,


આદત છે તું જમી કે નહીં એવું રાત દિવસ પૂછવાની,

આદત છે તારી સાથે રોજ મોડા સુધી વાતો કરવાની,


આદત છે વિડીયો કોલમાં તારી સાથે જાત જાતના નખરા કરવાની,

આદત છે મને તારા એક રીપ્લાયની કલાકો સુધી રાહ જોવાની,


હા મને આદત છે તને પ્રેમથી મનાવવાની,

આદત છે, તને ખૂબ જ પ્રેમ કરવાની !


આદત છે તારી જ સાથે આખી જિંદગી રહેવાની,

મારે કઈ બસ કઈ નથી જોઈતું,

મારે બસ તને આદત બનાવવી છે,


કેમ કે મને આદત છે,

તારી સાથે છેલ્લા શ્વાસ સુધી રહેવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy