કેમ છે મિત્ર !
કેમ છે મિત્ર !
1 min
248
કેમ છે મિત્ર ! કેવા છે તારા હાલ ?
આમ અચાનક આવી કોણ પૂછે છે હાલચાલ,
આજે જમાનો છે એવો એટલે ઉદ્દભવે છે સવાલ,
બાકી સ્વાર્થ વગર આજે કોણ કરે છે વહાલ,
નિઃસ્વાર્થ આવે જે મળવા, અને વાતો કરે મજાની,
ઈશ્વર સાથેનો સંબંધ સાચો, એવો અપાવે છે ખ્યાલ,
લોહી બનાવનારના સંબંધે આપણે સૌ બહેન ભાઈ,
એક પિતાનો છે સંતાનો કેવી વાતો કરે કમાલ,
એક સાચા ભાઈના નાતે સાચો રાહ એ બતાવે,
બાકી નોટ,વોટ ને લોટ માટે ઘણા આવે આજકાલ.
