STORYMIRROR

Dhaval Limbani

Abstract Inspirational

3  

Dhaval Limbani

Abstract Inspirational

પત્ની

પત્ની

1 min
282

કોણ છે આ વ્યક્તિ,

જે તમારા ઘરે પોતાનું બધું છોડી આવે છે,


પોતાના મા-બાપ ને મૂકી,

બીજાનું ઘર સવારે છે,


નથી કોઈ ઉમ્મીદ,

કે નથી કોઈ આશા,

છતાં મળે છે એને લાખો નિરાશા,


સાસુ, સસરા માટે ઘણું કરે,

પતિ ક્યાં બાકી રહી જાય છે,

બધા ના કામ કરી છેવટે,

પોતે એકલી રહી જાય છે,


તબિયત, માંદગી કઈ ન જુએ,

બધા કરતા વહેલી સવારમાં એ ઊઠે,


આખી જિંદગી,

જીવી બીજા માટે,

તો પણ ના આવ્યું

છેલ્લે કોઈ સાથે,


વાત થાય છે અહીં બધાની,

જેને નથી મળતો આદર, સત્કાર,

હોય છે એવા પણ ઘણા

જે માને છે સ્ત્રીને,

'દેવી'નો અવતાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract