STORYMIRROR

Dhaval Limbani

Inspirational Thriller

3  

Dhaval Limbani

Inspirational Thriller

ઓછું છે !

ઓછું છે !

1 min
257

ઓછું છે !

જેટલું પણ કહું એટલું ઓછું છે !

મમ્મી જેટલું પણ કહું એટલું ઓછું છે,


તમારા ચહેરાનું એ મધુર હાસ્ય,

તમારૂ નાની નાની વાતે મને ખિજાવું,

તમારા હાથે બનેલી વાનગી ખવડાવી,


એકલતામાં વાત વાતમાં મને ગાંડો કહેવો,

બીજાની સામે ડાહ્યો કહેવો,

એના વિશે જેટલું પણ કહું એટલું ઓછું છે !


મમ્મી જેટલું પણ કહું એટલું ઓછું છે.

તમારા હાથનો એ પ્રેમ ભર્યો માર,

તમારી સાથેની એ પ્રેમ ભરી મસ્તી,


તમારો એ દરેક સવાલનો જવાબ,

તમે આપેલી એ શિખામણ અને સલાહ,

એના વિશે જેટલું પણ કહું એટલું ઓછું છે !

મમ્મી જેટલું પણ કહું એટલું ઓછું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational