Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dhaval Limbani

Others

3  

Dhaval Limbani

Others

પાછલું વર્ષ

પાછલું વર્ષ

1 min
262


કેમ ભૂૂૂલી શકાય એ વર્ષ,

કેમ ભૂૂૂલી શકાય એ વર્ષ.


જોયા જ ન હતા જે સપના,

એ સપના આજ જોઈ લીધા !

નહોતું મળ્યું જે શીખવાનું,

એ કામો આજે શીખી લીધા.


માણસો તો ઘણા હતા,

પણ પોતાના જ અળગા થઇ ગયા ! 

જેમની હતી જરૂર,

એ જ સાથ છોડી ગયા.


શીખવા મળ્યું ઘણું કે,

પોતાના જ હોય છે પારકાં ,

આવે છે કામ જે સાચા સમયે ,

એ જ હોય છે આપણા.


આશા તો ઘણી હતી,

કે આપશે આ વર્ષ ખુશી,

ક્યાં ખબર હતી કે,

થશે દુનિયા ઊંધી..


જેમ જેમ દિવસો વિત્યા

એમ લોકો બિમાર પડ્યા ! 

ખરા સમયે લોકો,

ધ્યાન રાખવાનું ભૂલ્યા.


આવશે હવે યાદ,

કે જરૂરી હોય છે સ્વાસ્થ્ય !

રાખશે ધ્યાન લોકો હવે,

કે બગડે નહીં સ્વાસ્થ્ય.


ઘણું ઘણું શીખ્યા ને,

ઘણું ઘણું ભૂલ્યા,

યાદ આવશે માત્ર મને,

કે લોકો કોણ ભૂલ્યા,


અનુભવ તો ઘણા થયા,

જે સાચા જ સાબિત થયા !

વર્ષોના વર્ષો વિત્યા,

પણ માણસ ના બદલાયા.


અનુભવ કહે છે મારો, 

કે પૈસા પાછળ ન દોડાય,

આવશે કામ સાચા સંબંધો,

જે રાખ્યા હશે મહાન.


વર્ષો તો કેટલાય વિત્યા,

પણ આવશે યાદ આ વર્ષ,

સાચા ખોટાની માહિતી દર્શાવી,

વીતી ગયુ એ વર્ષ.


થયું જે કઈ એ વર્ષમાં,

જે કદી નહિ ભુલાય,

આવશે યાદ હવે કે ,

શરીર પર ધ્યાન અપાય.


Rate this content
Log in