મુજને માફ કરી દે
મુજને માફ કરી દે
ન જઈશ તુ દૂર મારાથી , મારી કસૂર હું હવે સમજ્યો છું,
તારા ઉપર કરેલા જુલ્મ અને સિતમોની માફી હુ માંગુ છુ.
વાત હતી ઝગડાની મામુલી, રાઈનો પર્વત બનાવી બેઠો છું,
આંખોથી આંસુ વહાવીને, સ્નેહથી તારી માફી હું માગુ છું.
જુની વાતો ભૂલી જઈને હવે, હું નવી શરૂઆત ઈચ્છુ છું,
હ્રદયમાં પડેલી તિરાડ પુરવા, પ્રેમથી તારી માફી હું માંગુ છુંં.
અફસોસ વ્યકત કરૂં છુ હ્રદયથી, તારા પ્રેમને સમજાવ્યો છું,
તારી ઉપર કરેલ ગેરસમજની, હ્રદય પૂર્વક માફી હું માંગુ છુ.
"મુરલી" મુજને માફ કરી દે, હું હ્રદયમાં સમાવવા ઈચ્છુ છું,
ચાલ બનીયે આદર્શ દંપતિ, હું વસંત મહેકાવવા ઈચ્છુ છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)