STORYMIRROR

Neha Desai

Thriller

4  

Neha Desai

Thriller

થઈ નીકળે

થઈ નીકળે

1 min
289

સંસ્મરણોની ગલીઓમાંથી, મન પરિભ્રમિત થઈ નીકળે,

કોઈક યાદ એમાંથી, કદીક ઘાતક થઈ નીકળે !


સંબંધ કોઈક એક વિશેષ, મહેકાવે છે જીવન,

અંગત કોઈક સંબંધી, કદીક ખંજર થઈ નીકળે !


સંવેદન પ્રથમ પ્રેમનું, આજીવન સ્મરણ રહે છે,

જુનાં પત્રમાંથી પહેલો સ્પર્શ, કદીક નાગણ થઈ નીકળે !


લાગણીઓનું ઉખાણું, ગણિત છે ગજબનું,

વર્ષો જુની “ચાહત” અચાનક, સવાલ થઈ નીકળે !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller